VIDEO: દ્વારકાની NDH હાઈસ્કૂલ ખાતે થશે મતગણતરી, સ્ટ્રોંગ રૂમ ખાતે કડક પોલીસ બંદોબસ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલે યોજાનારી મતગણતરી પર છે. દ્વારકાની NDH હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આવતીકાલે જિલ્લા પંચાયતની સાથે દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ અને જામખંભાળિયા તાલુકા પંચાયતની બેઠકોનું પરિણામ જાહેર થશે. આ ઉપરાંત જામ રાવલ, જામ ખંભાળિયા નગરપાલિકા અને જામ સલાયા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ની મતગણતરી પણ હાથ ધરવામાં આવશે. રાજકીય પક્ષો અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો આવતીકાલે થશે, જેને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


