મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિશ્વકુંજ સોસાયટીના ગણેશ પંડાલમાં વોર્ડ નંબર-3ના કાઉન્સિલરોને પ્રવેશબંધી, વડોદરામાં પૂરને લઈ સ્થાનિકોમાં રોષ યથાવત

વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને લઈને નાગરિકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે

વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને લઈને નાગરિકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. કારેલીબાગ વિશ્વકુંજમાં 10થી 12  ફૂટ પાણી ભરાયા હતા. જેથી સોસાયટીમાં રહીશોએ સ્થાનિક ભાજપા કાઉન્સિલરોનો વિરોધ નોંધાવ્યો  હતો. 45 કરતા વધુ વર્ષથી આ વિસ્તારમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ પંડાલમાં વોર્ડ નંબર ત્રણનાં કાઉન્સિલરોને પ્રવેશબંધી ફરમાવી હતી. તેમજ ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીના ફોટાઓ મુકવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો