Narmada: ડેડિયાપાડા અને સાગબારા અને ચિકદામાં ધર્માંતરણ થતું હોવાનો આક્ષેપ, નાતાલની પરવાનગી રદ કરવા માંગ
નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજમાં વધી રહેલા કથિત ધર્માંતરણના મામલે ભારે ર
નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજમાં વધી રહેલા કથિત ધર્માંતરણના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય આદિજાતિ મંચ ગુજરાત દ્વારા ડેડિયાપાડાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આ પ્રવૃત્તિઓને તાકીદે રોકવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય આદિજાતિ મંચના ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી સોનજી વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી સમાજનું મોટા પાયે ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તેઓએ આરોપ લગાવ્યો હતો કે, આ વિસ્તારોમાં કાચા અને પાકા ચર્ચો બનાવીને ખ્રિસ્તી (હાલેલુયા) પાદરીઓ દ્વારા ભોળા આદિવાસીઓને લાલચ અથવા અન્ય પ્રલોભનો આપી ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે, જેઓ બિન-અધિકૃત રીતે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યા છે અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવે છે, તેઓને નાતાલ પર્વની ઉજવણી માટે સરકારી પરવાનગી આપવામાં ન આવે.






