VIDEO: પાટણ પાલિકામાં કારોબારી ચેરમેનની નેમ પ્લેટ લગાવવાના મુદ્દે વિવાદ, કોંગ્રેસે કર્યા આ આક્ષેપ
પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની નેમ પ્લેટ લગાવવાના મુદ્દે વિવાદ સર્જાયો છે

પાટણ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની નેમ પ્લેટ લગાવવાના મુદ્દે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના નગરસેવકોએ નગરપાલિકા કચેરી ખાતે ભારે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા વગર અને સામાન્ય સભાની મંજૂરી વિના બિનઅધિકૃત રીતે કારોબારી ચેરમેનની નેમ પ્લેટ લગાવવામાં આવી છે.
કોંગ્રેસના દિપક પટેલે જણાવ્યું કે સામાન્ય સભા બાદ જ કારોબારી સમિતિના ચેરમેન અને સભ્યોની નિમણૂક થઈ શકે. નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક નેમ પ્લેટ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસ આગામી સમયમાં તબક્કાવાર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




