મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણ નપામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સાથે જ કારોબારી ચેરમેનની નિમણૂક મુદ્દે વિવાદ સર્જાયો

પાટણ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સાથે જ કારોબારી ચેરમેનની ન

તસવીર: gstv

પાટણ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સાથે જ કારોબારી ચેરમેનની નિમણૂક મુદ્દે વિવાદ સર્જાયો છે. 19 મેના રોજ માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોવા છતાં, ભાજપ દ્વારા નિયમો વિરુદ્ધ કારોબારી ચેરમેન અને દંડકની પણ જાહેરાત કરી દેવાઈ હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે હજુ સુધી પ્રમુખે બોર્ડ બોલાવી સમિતિઓની રચના કરી નથી, છતાં ચીફ ઓફિસરે નીલમભાઈ પટેલના નામની નેમપ્લેટ લગાવી ચેમ્બર ફાળવી દીધી છે. બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ચીફ ઓફિસર ભાજપના સભ્ય હોય તેવું વર્તન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે, નિમણૂક ન થાય ત્યાં સુધી નેમપ્લેટ હટાવવાની માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો