VIDEO: Ahmedabad / વાડજની સૌરભ સ્કૂલમાં ફી મુદ્દે વિવાદ, 20થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાનો આક્ષેપ!

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી સૌરભ સ્કૂલમાં ફી મુદ્દે વિવાદ સર્જાયો છે. ૨૦થી વધુ વિદ્યાર્થીઓએ છેલ્લા સેમે

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી સૌરભ સ્કૂલમાં ફી મુદ્દે વિવાદ સર્જાયો છે. ૨૦થી વધુ વિદ્યાર્થીઓએ છેલ્લા સેમેસ્ટરની ફી ન ભરી હોવાથી તેમને પરીક્ષામાં બેસવા ન દીધા હોવાનો અને ક્લાસની બહાર ઊભા રાખ્યા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. જોકે, શાળા પ્રશાસને આ તમામ આક્ષેપોને નકારી કાઢતા પોતાનો બચાવ કર્યો છે. શાળાના જણાવ્યા અનુસાર, કોઈ પણ બાળકને ફીના કારણે બહાર બેસાડવામાં આવ્યા નથી અને તમામ વિદ્યાર્થીઓએ રાબેતા મુજબ પરીક્ષા આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત