મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ ચૂંટણી અધિકારીની કારમાં ભાજપના કોર્પોરેટર, સિનિયર સિટીઝનનો મત લેવા જતા હોવાનો વીડિયો વાયરલ

રાજ્યમાં 7 મેના દિવસે મતદાન થવાનું છે, પરંતુ અત્યારે સિનિયર સિટીઝનના ઘરેથી વોટ લેવાની

રાજ્યમાં 7 મેના દિવસે મતદાન થવાનું છે, પરંતુ અત્યારે સિનિયર સિટીઝનના ઘરેથી વોટ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ચૂંટણી પંચના અધિકારી સાથે અમદાવાદના ભાજપ કોર્પોરેટર મિનાક્ષી નાયક ગાડીમાં જતા હોવાનો વીડિયો વાયરલ થતા વિવાદ થયો છે. ઘાટલોડીયાના મહિલા કોર્પોરેટરનો વીડિયો વાયરલ થતા વિવાદ ઉભો થયો છે.

ભાજપના કોર્પોરેટર મિનાક્ષી નાયક સુપર સિનિયર સિટિઝનનો વોટ લેવા જતા હોવાનો વીડિયો વાયરલ થતા સવાલો ઉભા થયા છે. મીનાક્ષી બેન કાગળ પાછળ પોતાનું મોં સંતાડતા નજરે પડયા હતા.

આ સમાચાર શેર કરો