Video: સુરતમાં ફાગોત્સવમાં વેપારીઓ યુવતીઓ સાથે ડાન્સ કરતાં વિવાદ, એસોસિએશને ઘટનાની કરી નિંદા
સુરતના ટેક્સટાઈલ માર્કેટમા ફાગોત્સવ ઉજવણીનો કાર્યક્રમ વિવાદમાં સપડાયો છે. ફાગોત્સવમાં બહારથી યુ
સુરતના ટેક્સટાઈલ માર્કેટમા ફાગોત્સવ ઉજવણીનો કાર્યક્રમ વિવાદમાં સપડાયો છે. ફાગોત્સવમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હતી અને તેમની સાથે નાચતા-નાચતા અશ્લીલ હરકતો કરવામાં આવી હોય તેવા વીડિયો સામે આવતા આ ઉજવણી વિવાદમાં આવી છે. રીંગરોડ ખાતે અભિષેક ટેક્સટાઇલ માર્કેટના નામે વાયરલ વીડિયોમાં વેપારીઓ ફાગોત્સવના નામે યુવતીઓ સાથે ડાન્સ કરતા નજરે પડ્યા અને દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એટલે કે ફોસ્ટાના પ્રમુખે નિંદનીય ગણાવી છે.




