VIDEO: કટરા અને ત્રિકૂટા પર્વતોમાં સતત ભારે વરસાદ: વૈષ્ણોદેવી યાત્રા લગાતાર ત્રીજા દિવસે સ્થગિત
જમ્મુ-કાશ્મીરના કટરા અને આસપાસના ત્રિકૂટા પર્વત વિસ્

જમ્મુ-કાશ્મીરના કટરા અને આસપાસના ત્રિકૂટા પર્વત વિસ્તારમાં સતત થઈ રહેલા મુસળધાર વરસાદના કારણે પ્રસિદ્ધ શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા સળંગ ત્રીજા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે. પહાડી માર્ગો પર ભૂસ્ખલન અને પથ્થરો ધસી પડવાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા ભક્તોની સુરક્ષા અર્થે આ નિર્ણય લેવાયો છે. સતત વરસી રહેલા આકાશી વરસાદને પગલે બાણગંગા અને અર્ધકુમારી સહિતના વિસ્તારોમાં નદી-નાળા ઉફાન પર છે અને દર્શન માટેના ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. કટરા બેઝ કેમ્પ ખાતે હજારો શ્રદ્ધાળુઓ રોકાયેલા છે, જ્યાં શ્રાઇન બોર્ડ અને જિલ્લા પ્રશાસન દ્વારા રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન સુધર્યા બાદ અને સુરક્ષાની સંપૂર્ણ ખાતરી થયા પછી જ યાત્રા પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવાશે.




