VIDEO : બોરમાં આવી રહ્યું છે પેટ્રોલ જેવું પાણી, નલ સે જલ યોજના નિષ્ફળ, જંબુસરના વેડચમાં રોગચાળો ફેલાવાનો ભય
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામમાં ભર ઉનાળે પાણીની સમસ્યા વકરી છે. વેડચ ગામમાં હવેલી ટ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામમાં ભર ઉનાળે પાણીની સમસ્યા વકરી છે. વેડચ ગામમાં હવેલી ટપ્પા વિસ્તારમાં નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ગામના આગેવાન અને પંચાયતના સભ્ય ભરતભાઈએ જણાવ્યું હતું કે વર્ષોથી પાણી આવતું નથી છતાં પંચાયતના જવાબદારો અને સરપંચ તેમજ ભાજપના ગામના આગેવાનો બિલકુલ ધ્યાન આપતા નથી.
વોર્ડ વિસ્તારની બહેનોએ માટલા ઠાલવી મીઠાં પાણી માટે ભારે રોષ ઠાલવ્યો હતો.ગામના કૂવામાંથી કે નળ દ્વારા આવતા પાણીમાં પણ લીલ અને ગંદકી જોવા મળી રહી છે.તેમજ પીળું અને લીલું પાણી જોવા મળે છે.જે ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.કોઈ મોટી બીમારી પણ થઈ શકે તેવી શક્યતા રહેલી હોય જોખમ ટાળવા તંત્રને ત્વરિત નિકાલ કરવા જણાવાયુ હતું.
બીજી બાજુ પિલુદ્રા જવાના દાંડીમાર્ગ પર આવેલા ફળીયા પાસે ગામની ગટરનું ગંદુ પાણી અને મરી ગયેલા પશું નાખવામાં આવતા હોય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. તો વેડચ ગામના ચમાડિયા વગામાં બોરમાંથી હેંડ પમ્પ દ્વારા જમીનમાંથી પાણી કાઢતા પીળા અને કેસરી જેવા કલરનું પાણી બહાર આવી રહ્યું છે.જે નજીકમાં આવેલી કંપનીઅને કેનાલના પ્રદૂષિત પાણીના ઉભરાતા કારણે સંભવી શકે એવું ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું છે.
ચમાડીયા વગામાં સ્થાનિકોએ પેટ્રોલ જેવા- કલરના પીળા પાણીનો વપરાશ મજબૂરી થઈ વાપરવું પડે છે. ભરઉનાળે પાણી નહીં મળવાના કારણે વપરાશ કરવો પડતો હોય લોકો તેમજ પશુઓમાં ચામડીના રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે. આ જટિલ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવા ગ્રામજનોએ માગ કરી રહ્યા છે.






