VIDEO: પોલીસવડા સામે આક્ષેપ કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ
રાજકોટના જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સામે આક્ષેપ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાને તાત્કાલિક અસરથી સસ્

રાજકોટના જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સામે આક્ષેપ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગે સસ્પેન્શનનો આદેશ જાહેર કરતા નિયમભંગના મુદ્દે વધુ એક ખાતાકીય તપાસ પણ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાગર ઝાપડિયાએ દાવો કર્યો હતો કે તેમણે સમાજસેવા માટે સાત મહિના પહેલાં પોલીસ વિભાગમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ તે હજુ સુધી મંજૂર કરવામાં આવ્યું નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજીનામું મંજૂર કરાવવા માટે તેઓ જિલ્લા પોલીસ વડાને સાત વખત રૂબરૂ મળ્યા હતા. પરંતુ રાજીનામું મંજૂર કરવાને બદલે તેમને પોલીસ વડા તરફથી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી મળી રહી હતી..કોન્સ્ટેબલની આ વર્તણૂક બદલ તેમને સસ્પેન્ડ કરાયા છે. આ સમગ્ર મામલો હવે વધુ ચર્ચાનો વિષય બન્યો છે.




