મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કોંગ્રેસની જન આક્રોશ રેલીનો વડોદરામાં પ્રવેશ, કોંગી પ્રમુખે બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા મુદ્દે PM મોદી પર કર્યા પ્રહાર

વડોદરામાં આજે કોંગ્રેસની જન આક્રોશ રેલી પહોંચી હતી. ફાગવેલથી દાહોદ સુધીની આ જનઆક્રોશ યાત્રા બપ

સોર્સ: GSTV

વડોદરામાં આજે કોંગ્રેસની જન આક્રોશ રેલી પહોંચી હતી. ફાગવેલથી દાહોદ સુધીની આ જનઆક્રોશ યાત્રા બપોરે વડોદરામાં પ્રવેશી હતી. આ રેલીનું નેતૃત્વ અમિત ચાવડા, ડૉ. તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ કરી રહ્યા છે. શહેરમાં આ યાત્રા છાણી જકાતનાકા, ફતેહગંજ, કાલાઘોડા, મંડવી સહિત વિસ્તારોમાં કુલ 38 કિમી ફરશે. અમિત ચાવડાએ સરકારને આડે હાથ લીધી કહ્યું કે અહીં ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો અને કાયદો-વ્યવસ્થાનો મુદ્દો મુખ્ય છે. સાથે પાણી, ડ્રેનેજ, પૂર, પ્રદૂષણ અને નગરપાલિકાની નિષ્ફળતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

છપ્પનની છાતી ક્યાં ગઈ? 

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર દુઃખ વ્યક્ત કરી વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે છપ્પનની છાતી ક્યાં ગઈ? બાંગ્લાદેશનું સર્જન પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની દેન છે, ત્યારે ત્યાં લઘુમતીઓ પર થતા અત્યાચાર સાંખી નહિ લેવાય. વડાપ્રધાન મોદી આ મુદ્દે લાલ આંખ બતાવે અને હિંદુઓ પર થતા હુમલા રોકવામાં આવે. જન આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. 

આ સમાચાર શેર કરો