મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા વિસાવદર પહોંચી; ખેડૂતોનો એક જ સૂર, યોગ્ય સહાય કરો

રાજ્યમાં માવઠાને લીધે ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું છે, ત્યારે સરકાર તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરીને

રાજ્યમાં માવઠાને લીધે ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું છે, ત્યારે સરકાર તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરીને સહાયની જાહેરાત કરે તે માટે કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે. આજે આ યાત્રા જૂનાગઢના વિસાવદર ખાતે પહોંચી હતી અને માંડવડના કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું. 

રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

આ સંમેલનમાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ, વિક્રમ માડમ, લલિત કગથરા, લલિત વસોયા, પાલ આંબલીયા, હીરા જોટવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિક્રમ માડમે જણાવ્યું હતું કે ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી છે. આ યાત્રા સોમનાથથી શરૂ થઈ હતી અને  દ્વારકા ખાતે પૂર્ણ થશે. 1008 કિમીની આ યાત્રા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરશે. જ્યાં સુધી સરકાર માંગ નહી સ્વીકારે ત્યા સુધી લડત ચાલુ રહેશે. સંમેલન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના નેતાઓ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યુ હતું.  

આ સમાચાર શેર કરો