VIDEO: "કોઇને પીડિતોની પરવા નથી', રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના સતત બીજા દિવસે ધરણા
રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના સતત બીજા દિવસે ધરણા ચાલુ છે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસન

રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના સતત બીજા દિવસે ધરણા ચાલુ છે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ SITમાં નોન કરપ્ટ અધિકારીઓને સામેલ કરવાનું આહવાન કર્યું છે અને યોગ્ય તપાસની માંગણી કરી છે.જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, 72 કલાકના ધરણાં બાદ પણ ન્યાય માટે અમારી લડત યથાવત રહેશે.
જિગ્નેશ મેવાણીએ રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા મામલે કહ્યું કે, "ન્યાયની લડતમાં કોંગ્રેસ પાર્ટી અને મંચ પરના બધા નાગરિકો એક ટકો પણ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. આ ઉપવાસનો બીજો દિવસ છે અને હજુ સુધી રાજ્ય સરકાર અને પોલીસનું પાણી હલતું નથી. 10 દિવસથી રાજકોટમાં છું અને આખુ રાજકોટ એકસુરે કહી રહ્યું છે કે, મોરબી કાંડની માફક કે તક્ષશીલા કાંડની જેમ SIT અને પોલીસ કે પ્રશાસનની એક જ કામગીરી છે. છેલ્લે આખા પ્રકરણમાં 'ભાંગરો વાટવો અને કુલડીમાં ગોળ ભાંગવો', તે અમે થવા દેવા માંગતા નથી."
SITમાં નોન કરપ્ટ અધિકારીનો સમાવેશ કરવામાં આવે
જિગ્નેશ મેવાણીએ SITમાં અધિકારીઓ બદલવાની વાત પણ કરી હતી. કોંગ્રેસના નેતાએ કહ્યું, "ન્યાયના વિષયના હિતમાં માંગણી કરીએ છીએ કે નોન કરપ્ટ અધિકારીઓને SITમાં લેવામાં આવે. આ રાજ્ય સરકારમાં પાપ ના હોય તો કેમ નથી લેતા, શું દુ:ખે છે. જ્યા સુધી સચોટ અને નોન કરપ્ટ અધિકારીઓ નહીં આવે ત્યા સુધી ઔપચારિકતા પુરતી નાની માછલીઓને પકડીને મોટા મગરમચ્છોને છોડી દેવામાં આવશે."
રૂપાણી એક શબ્દ પણ બોલવા તૈયાર નથી
કોંગ્રેસના નેતાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર પણ પ્રહાર કર્યા હતા. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, "વિજય રૂપાણી એક શબ્દ પણ બોલવા માટે તૈયાર નથી. આટલો સ્વાર્થી માણસ.જે રાજકોટ શહેરે મુખ્યમંત્રી બનાવ્યા, તે 8-10 વર્ષના બાળકો 3 હજાર ડિગ્રીમાં ઓલવાઇ ગયા તોય એક પણ ધારાસભ્ય આવતો નથી. 26 સાંસદ હતા તે પણ પરિવારના ખબર અંતર પૂછવા નથી આવતા. કોઇને પીડિતોની પરવા નથી."
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, SITના નામે ડિંડક ચાલી રહ્યું છે અને અમારૂ આંદોલન ત્યાર સુધી નહીં રોકાય જ્યા સુધી સચોટ અને નોન કરપ્ટ અધિકારીને SITમાં લેવામાં ના આવે.








