VIDEO: કાર્યકર્તા પાસે સીડીમાં બેસીને ફોટો પડાવે તેને નેતા કહેવાય, ચકલું ફરકે તેનાથી ડરે તેને નહીંઃ શક્તિસિંહે PM પર કર્યા પ્રહાર
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ રાહુલ ગાંધીની ગુજરાત
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અને પીએમ મોદીની ગુજરાત મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી પણ ગુજરાતમાં છે પરંતુ મહિલા દિવસે પણ ગુજરાતમાં મહિલાઓ પરના અત્યાચાર વિશે કંઈ બોલશે નહીં. બેટીઓ પર અત્યાચારમાં ભાજપના સંકળાયેલા લોકો હોય છે તેમાં કઈ બોલે. ગુજરાતમાં નિર્ભયા ફંડ મહિલાઓ માટે કોંગ્રેસે ઉભું કર્યું તે જાહેરાત માટે નહીં પરંતુ મહિલાઓને મળવું જોઈએ.
શક્તિસિંહે કહ્યું કે, કુપોષિત બાળકીઓના આંકડાઓ મામલે પણ પ્રધાનમંત્રી બોલે તેવી અપેક્ષા છે. કાર્યકર્તાઓ પાસે સીડીમાં બેસીને ફોટો પડાવે તેને નેતા કહેવાય, ચકલું ફરકે તેનાથી ડરી જાય તેને નેતા ના કહેવાય. રાહુલ ગાંધીએ ઓફિસના ચોકીદારથી લઈને હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. કાર્યકર્તાઓએ સારી બાબતો નહિ સાચી બાબતો જણાવી છે. આપણી આંતરિક જૂથબંધીના લીધે પણ નુકશાન થયું છે. કોઈ જૂથ કોંગ્રેસમાં નથી તમામ એક થઈને લડી રહ્યા છીએ. મણિપુરમાં સૌથી વધુ મહિલાઓ પર અત્યાચાર થયા છે. પીએમ મોદી મણિપુરમાં મહિલાઓ સાથે ઉજવણી કરી બતાવે.
