મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પોલીસની આંખમાં મરચું નાંખ્યું, નખ મારી બચકાં ભર્યા; માનસિક બીમાર યુવકે મચાવી ધમાલ

ખેડબ્રહ્મામાં માનસિક બીમાર યુવકે ધમાલ મચાવી હતી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવાને હોબાળો મચાવતા અન્ય દર્દીઓને પણ હાલાક

ખેડબ્રહ્મામાં માનસિક બીમાર યુવકે ધમાલ મચાવી હતી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવાને હોબાળો મચાવતા અન્ય દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડી હતી. સિવિલ રોડ પર પથ્થરમારો કરી વિસ્તારને બાનમાં લીધો હતો. યુવાનને કંટ્રોલમાં કરવા ગયેલી પોલીસની આંખમાં મરચું નાખ્યું હતું. આ ઉપરાંત સાત પોલીસ કર્મીઓને નખ મારી બચકા ભર્યા હતા. 

માનસિક બીમાર યુવક બૂમબરાડા પાડતા સિવિલ હોસ્પિટલ આગળ ગાડીઓ પર ચડી જતા લોકોના ટોળા એક્ઠા થયા હતા. પોલીસે મહા મહેનતે યુવાનને રસ્સીથી બાંધી ઈડર સારવા માટે ખસેડાયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ માનસિક રીતે બીમાર યુવક પઢારા ગામનો હતો.

આ સમાચાર શેર કરો