મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એક તરફ પીએમ મોદીની મહિલાઓ સાથે ગોષ્ઠી, બીજી તરફ મહિલાઓ ગટર સાફ કરવા મજબૂર

સુરેન્દ્રનગર વડનગર વિસ્તારની મહિલાઓ જાતે જીવ ના જોખમે ભૂગર્ભ ગટરમાં ઉતરી અને સફાઈ કરવા મજબુર બની છે. મહાનગરપાલ

સુરેન્દ્રનગર વડનગર વિસ્તારની મહિલાઓ જાતે જીવ ના જોખમે ભૂગર્ભ ગટરમાં ઉતરી અને સફાઈ કરવા મજબુર બની છે. મહાનગરપાલિકાનું સ્વચ્છતા પાછળ કરોડોનું બજેટ છતાં પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી ન થતા હોવાનો ઘાટ સર્જાયો છે. ભૂગર્ભ ગટરમાં ઉતરવાની મનાઈ તેમ છતાં મહાનગરપાલિકાની કામગીરીથી કંટાળેલી મહિલાઓ ખુદ ભૂગર્ભ ગટરમાં ઉતરી સફાઈ કરવા લાગી. વુમન્સ ડે ઉપર એક તરફ પીએમ મોદી મહિલાઓ સાથે જ્ઞાનગોષ્ઠી કરી તેમના વિકાસની વાતો કરે છે પરંતુ બીજી તરફ ગુજરાતના સુરેન્દ્રનગરમાં જ મહિલાઓને ગટર સાફ કરવા માટે ગટરમાં ઉતરવું પડે તે વરવી વાસ્તવિકતા છે. 

મહિલાઓ ભૂગર્ભ ગટરની સાફસફાઈ કરવા મજબુર 

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કામગીરી પર ફરી સવાલ ઉઠ્યા છે. સુરેન્દ્રનગરમાં એક તરફ ભૂગર્ભ ગટરોમાં ગેસ ગળતરની ઘટના બની રહી છે. બીજી તરફ મજબૂરીમાં મહિલાઓ ભૂગર્ભ ગટરની સાફસફાઈ કરવા મજબુર બની છે. સવાલ એ થઈ રહ્યા છે કે ભૂગર્ભ ગટરમાં કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ તે એક સળગતો સવાલ છે. વિડિયો વાયરલ થતાં મહાનગરપાલિકાના અધિકારીઓનો લુલો બચાવ કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાના એસ.આઈનો લુલો બચાવ કરતા કહ્યું કે, અમને આ વિસ્તારના લોકોએ જાણ જ કરી નથી. નહિતર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાત.

આ સમાચાર શેર કરો