VIDEO: ભૂંડ પકડવાની જાળમાં દીપડી ફસાઈ, જાળ તોડી ફરાર થતાં વનવિભાગ દોડતો થયો
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કોસંબીયા બહેજ ગામે અંદાજિત 3થી 4 વર્ષની દીપડી ફસાઈ છે. ભૂંડ પકડવાના ફંદામાં દીપડી ફસાઈ
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કોસંબીયા બહેજ ગામે અંદાજિત 3થી 4 વર્ષની દીપડી ફસાઈ છે. ભૂંડ પકડવાના ફંદામાં દીપડી ફસાઈ જતાં વનવિભાગ અને એનિમલ રેસ્કયું ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ટીમ પહોંચે તે પહેલા ફંદો ફાટી જતા દીપડી સહીસલામત જંગલ વિસ્તારમાં ફરાર થઈ ગઈ હતી. આ બનાવને લઇને વનવિભાગ દ્વારા દીપડીને પકડવા માટે પાંજરૂ ગોઠવવામાં આવ્યું છે. દિપડીને ખેતર વિસ્તારમાં જોતા લોકોમાં ભયનો માહોલ છે.




