Video: કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકારણમાંથી લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ, કોંગ્રેસે કર્યો આ ખુલાસો
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક સક્રિય
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક સક્રિય રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે પોતાની રાજકીય કારકિર્દીને વિરામ આપવાનો નિર્ણય લઈ હાઈકમાન્ડને પણ જાણ કરી દીધી છે. રાજકોટમાં કોંગ્રેસનો મજબૂત ચહેરો ગણાતા રાજ્યગુરુની આ નિવૃત્તિથી સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. લોકસભા કે આગામી સ્થાનિક ચૂંટણી પૂર્વે તેમનો આ નિર્ણય વિપક્ષ માટે એક મોટો ફટકો સાબિત થઈ શકે છે.
શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ખુલાસો કર્યો
રાજકોટ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની નિવૃત્તિના મામલે શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ઇન્દ્રનીલભાઈએ કોંગ્રેસમાંથી નિવૃત્તિ જાહેર કરી નથી, પરંતુ તેઓ છેલ્લા ત્રણ મહિનાથી જાહેર કાર્યક્રમોથી દૂર છે. આગામી કોર્પોરેશનની 72 બેઠકોની ચૂંટણીમાં તેઓ આર્થિક અને માનસિક રીતે પાર્ટીની સાથે જ રહેશે. 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા રાજ્યગુરુએ પોતાનું કાર્યાલય પણ પાર્ટીના હિત માટે આપ્યું છે. પક્ષમાં કોઈ જૂથવાદ નથી અને તેઓ માત્ર સક્રિય જાહેર જીવનથી બ્રેક લઈ રહ્યા હોવાનું સ્પષ્ટ થયું છે.




