મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરકાર વહેલા કેમ નથી જાગતી? કોંગ્રેસ નેતા અમિત ચાવડાના બ્રિજ દુર્ઘટના મામલે ચાબખા

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.

સરકાર આ પ્રકારના બનાવ બન્યા પછી જ કેમ જાગે છે

કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ આરોપ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે  સરકારી તંત્રની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. જો બ્રિજ ભયજનક હોય તો તેને બંધ કરવો જોઈએ. સરકાર આ પ્રકારના બનાવ બન્યા પછી જ કેમ જાગે છે. સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. તો બીજી તરફ આ દુર્ઘટના કઈ રીતે થઈ તેની યોગ્ય તપાસ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે અમતિ ચાવડાએ ચાબખા માર્યા હતા કે શા માટે સરકાર વહેલા કેમ નથી જાગતી.

આ સમાચાર શેર કરો