VIDEO: વિસાવદરની ચૂંટણી પહેલા પૈસાનો ખેલ, AAP નેતાએ સ્ટીંગ ઓપરેશન કરતા ભાજપ-કોંગ્રેસ પર લગાવ્યો મોટો આરોપ
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પ્રચાર કાર્ય ચરમસીમાએ પહોં
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પ્રચાર કાર્ય ચરમસીમાએ પહોંચ્યો છે. 19મી જૂનના મતદાન થવાનું છે. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે વહિવટીતંત્રએ તૈયારીઓ કરી છે. તેવામાં આજે સાંજે છ વાગ્યાથી ચૂંટણી જીતવા મતદારોને રીઝવવા માટેના જાહેર પ્રચાર પડઘમ શાંત થઇ જશે. વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં છે.
2 લાખ રોકડા લઈને પ્રાંત કચેરી પહોંચ્યા હતા
આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા રૂ. 2 લાખ રોકડા લઈને પ્રાંત કચેરી પહોંચ્યા હતા. તો બીજી તરફ એમની સાથે મનોજ સોરઠીયા અને પ્રવીણ રામ પણ પ્રાંત કચેરી પહોંચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ આપના કાર્યકરને ખરીદવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે વિસાવદરની સાયોના હોટલમાં કાર્યકરને બોલાવી રૂપિયા આપ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યા છે.
તાલુકા મહામંત્રીને ખરીદવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ
આપના વિસાવદર તાલુકા મહામંત્રીને રૂ. 2 લાખ આપી ખરીદવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ચૂંટણી અધિકારી પાસે ગોપાલ ઇટાલિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. વિસાવદરની ચૂંટણીમાં આપ અને ગોપાલભાઈને હરાવવા કોંગ્રેસ ભાજપના ઇશારે કામ કરી રહી છે.
વિસાવદરમાં મતદારોને રિઝવવાના અંતિમ પ્રયાસ
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. આ સાથે ઉમેદવારોના સભા-સરઘસ, સાઉન્ડથી લોકોને મુક્તિ મળશે.મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર ગ્રુપ મીટિંગ દ્વારા પ્રચાર કરાશે.






