VIDEO: "કોંગ્રેસ ખેડૂત વિરોધી છે", સુપેડીના સહકાર સંમેલનમાં જયેશ રાદડિયાના આકરા પ્રહાર
રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટામાં પંચાયત ચૂંટણી જીતવા ભાજપે કવાય
રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટામાં પંચાયત ચૂંટણી જીતવા ભાજપે કવાયત તેજ કરી છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે ખેડૂતોના રોષને શાંત કરવા ભાજપે 'માસ્ટરસ્ટ્રોક' ફટકારી જયેશ રાદડિયાને મેદાનમાં ઉતાર્યા છે. સુપેડીમાં યોજાયેલ સહકાર સંમેલનમાં જયેશ રાદડિયાએ કોંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ દાવો કર્યો છે કે જ્ઞાતિવાદની રાજનીતિ કરતી કોંગ્રેસને જનતા જાકારો આપશે અને તમામ બેઠકો પર ભગવો લહેરાશે.



