મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરેઠ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર, ભૃગુરાજસિંહ ચૌહાણ લડશે ચૂંટણી

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. વિધાનસભાન

તસવીર: GSTV

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે શુક્રવારે(3 એપ્રિલ, 2026) અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ(AICC) દ્વારા ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ઉમરેઠ બેઠક પરથી ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણની ઉમેદવારી પર મહોર મારી છે. આ અંગેની સત્તાવાર માહિતી કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલી એક યાદીમાં આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ બેઠક આણંદ જિલ્લાની મહત્ત્વની બેઠક ગણાય છે. કોંગ્રેસે આ બેઠક પર સ્થાનિક પ્રભુત્વ ધરાવતા ચહેરાને મેદાને ઉતારીને ચૂંટણી જંગ જીતવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારના નામની જાહેરાત થતા જ સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે આગામી દિવસોમાં પ્રચાર અભિયાન વધુ વેગ પકડશે.

આ સમાચાર શેર કરો