મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar News: લ્યો બોલો! વરસાદ બંધ થયાને 15 દિવસ થયા છતાં હજું રસ્તા પર ભરાયેલા છે પાણી, તંત્ર હવે તો જાગો!

વરસાદના વિરામને 15 દિ

વરસાદના વિરામને 15 દિવસ થયા તે છતાં સુરેન્દ્રનગરમાં હજુ સુધી વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તંત્રની આ નિષ્ફળતાથી સ્થાનિકો હેરાન-પરેશાન થઈ ગયા છે. માનવ મંદિર વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર છેલ્લા 15 દિવસથી વરસાદના પાણીનો નિકાલ આવ્યો નથી. મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પણ પાણીમાં ડૂબી ગઈ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. સ્થાનિક લોકો આ હાલાકીનો ભોગ બની રહ્યા છે. બાળકો શાળાએ જઈ શકતા નથી, વારંવાર વાહનો ભરાયેલા વરસાદી પાણીમાં ફસાઈ રહ્યા છે અને બંધ પડી રહ્યા છે. સતત વરસાદી પાણી ભરાઈ રહેતા આજુબાજુમાં મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા એમ્બ્યુલન્સો પણ આવી શકતી નથી, જેથી સ્થાનિકો રોષે ભરાયા છે. મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણી નિકાલ માટેની કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય, તેવા સવાલો ફરી ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો