VIDEO: ઉમરગામમાં ભારે વરસાદથી કોસ્ટલ હાઈવે પર પાણી ફરી વળ્યા, તંત્ર એલર્ટ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાતા સર્વત્ર પા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાતા સર્વત્ર પાણી વહેતા થયા છે. ગઈકાલ રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે મેઘરાજાના બીજા રાઉન્ડનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ભારે વરસાદના કારણે ઉમરગામથી દમણ તરફ જતા કોસ્ટલ હાઈવે પર ટાટા વાડી નજીક તળાવના પાણી રસ્તા પર આવી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ પણ સતત વરસાદ ચાલુ રહેતા સાવચેતીના ભાગરૂપે મોટા ભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વાતાવરણને ધ્યાન ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર પણ સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર આવી ગયું છે.




