VIDEO: વલસાડના ઉમરગામમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત, ગેસ લીકેજથી મચી અફરાતફરી
વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં ગાંધીવાડી બેલા રેસિડેન્સી નજીક મધરાતે કાર

વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં ગાંધીવાડી બેલા રેસિડેન્સી નજીક મધરાતે કાર ગેસ લાઇનના મુખ્ય પોઇન્ટ સાથે ધડાકાભેર અથડાતાં ગેસ લીકેજની ગંભીર ઘટના સર્જાઈ હતી. જોરદાર અવાજથી સ્થાનિકો ઊંઘમાંથી જાગી ગયા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. કારમાં સવાર બે યુવકો સલામત બહાર નીકળી ભાગી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. ગેસ કંપની, પોલીસ અને વીજ વિભાગે તાત્કાલિક ગેસ તથા વીજ પુરવઠો બંધ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. સદનસીબે આગ ન લાગતાં મોટી જાનહાનિ ટળી હતી. હાલ ઉમરગામ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.




