મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડના ઉમરગામમાં આખી રાત ભારે વરસાદ: શાળાઓમાં રજા, ડાંગરની રોપણી શરૂ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગઈકાલ રાતથી સતત ધોધમાર વરસાદ વરસતાં નદી-નાળ

તસવીર: gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગઈકાલ રાતથી સતત ધોધમાર વરસાદ વરસતાં નદી-નાળાંમાં નવા નીર આવ્યા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં અને વરસાદી વાતાવરણને ધ્યાને રાખી નાના બાળકોની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સારો વરસાદ નોંધાયો છે. યોગ્ય વરસાદ થતાં ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે, જ્યારે હાલ પણ મધ્યમ ગતિએ વરસાદ ચાલુ છે.

આ સમાચાર શેર કરો