મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા માફિયાઓ બેફામ, કેમિકલ વેસ્ટ સળગાવતાં દેખાયા ધુમાડાના મહાકાય વાદળો

એક તરફ ગ્લોબલ વોર્મિંગને કારણે દુનિયાભરમાં માઠી અસર થવાની શરુઆત થઈ ચૂકી છે તો બીજી તરફ રાજક

એક તરફ ગ્લોબલ વોર્મિંગને કારણે દુનિયાભરમાં માઠી અસર થવાની શરુઆત થઈ ચૂકી છે તો બીજી તરફ રાજકોટમાં વાયુ પ્રદૂષણ ફેલાવનારા કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે. રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકામાં ફરી વાયુ પ્રદૂષણ ફેલાવનારા તંત્ર કે સરકારનો ડર રાખ્યા વિના બેફામ બની રહ્યા છે.

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકામાં વેગળી ગામ પાસે આવેલ ભાદર નદી પાસે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કેમિકલવાળું વેસ્ટ સળગાવવામાં આવ્યું હતું. આ કેમિકલવાળા વેસ્ટ સળગવાને કારણે આકાશને આંબતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. કેમિકલ વેસ્ટ સળગાવવાને કારણે ધુમાડાના મહાકાય વાદળો સર્જાયા હતા જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

જો કે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ધોરાજી નગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી આગને બુઝાવામાં આવી હતી. અજાણ્યા ઈસમો દ્વારા કેમિકલવાળું વેસ્ટ સળગવામાં આવ્યું હોવાને કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો