રાજકોટ: હોસ્ટેલમાં છાત્રને સહ વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો, મારામારી કરનાર છાત્રો કરાયા રસ્ટિકેટ
રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીને તેના સહ વિદ્યાર્થ

રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીને તેના સહ વિદ્યાર્થીઓ દ્વારા ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં સ્કુલ ઓફ સાયન્સની હોસ્ટેલમાં એક છાત્રને સાથી છાત્રો દ્વારા ઢોર માર મારવાની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગત રવિવારના રોજ સ્કૂલના ખંભાળા યુનિટ ખાતે મારામારીની ઘટના બની હતી.
સમગ્ર મામલે સ્કુલ ઓફ સાયન્સના સંચાલક ધર્મેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું હતું. નિવેદન આપતાં તેમણે જણાવ્યું હતું કે એક છાત્રને સાથી છાત્રો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મુદ્દે ભોગ બનેલા છાત્ર અને તેના વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ તેમના આગ્રહને પગલે મારામારી કરનાર છાત્રો અને તેમના વાલીઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને ફરિયાદી છાત્રની માફી મંગાવી હતી. એટલું જ નહીં મારામારી કરનાર આ છાત્રોને સ્કૂલમાંથી રસ્ટિકેટ પણ કરવામાં આવ્યા છે. શાળાના સંચાલકે વધુમાં જણાવ્યું હતું કે અમે ભોગ બનનાર છાત્ર અને વાલી સાથે છીએ તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવે છે.




