મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મોહાલીમાં પોલીસ અને આરોપીઓ વચ્ચે અથડામણ

પંજાબના મોહાલી ખાતે પોલીસ અને હુમલાના કેસમાં સંડોવાયેલા બે ફરાર આરોપીઓ વચ્ચે રોમાંચક પોલીસ એન્કાઉન્ટર સર્જાયું હત

તસવીર: gstv

પંજાબના મોહાલી ખાતે પોલીસ અને હુમલાના કેસમાં સંડોવાયેલા બે ફરાર આરોપીઓ વચ્ચે રોમાંચક પોલીસ એન્કાઉન્ટર સર્જાયું હતું. અગાઉ બનેલી હુમલાની ઘટનામાં વોન્ટેડ આ બંને શખ્સોને પકડવા માટે પોલીસે નાકાબંધી કરી હતી, જે દરમિયાન આરોપીઓએ પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. આત્મરક્ષણ માટે પોલીસે જવાબી કાર્યવાહી કરતા બંને આરોપીઓ ઘાયલ થયા હતા, જેને પગલે પોલીસે તાત્કાલિક ધોરણે તેમની ધરપકડ કરી લીધી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આ સફળ ઓપરેશનથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની હતી .

આ સમાચાર શેર કરો