VIDEO: સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલના તબીબોએ અદભુત ચમત્કાર કરી 700 ગ્રામની નવજાત બાળકીનો જીવ બચાવ્યો

સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જ્યાં જન્મ સમયે માત્ર 700 ગ્રામ વજન ધરાવતી અને જન્મની સાથે જ હૃદયના ધબકારા થોડી ક્ષણો માટે ગુમાવી ચૂકેલી એક નવજાત બાળકીને તબીબો અને નર્સિંગ સ્ટાફની અથાક મહેનતથી નવજીવન મળ્યું છે. જન્મની શરૂઆતની મિનિટોમાં જ હૃદય બંધ થઈ જતા ડૉક્ટરોએ તાત્કાલિક સીપીઆર અને પંપીંગ દ્વારા તેના ધબકારા પરત લાવવામાં સફળતા મેળવી હતી. આ પછી સતત 60 દિવસ સુધી NICUમાં ઓક્સિજન લેવલ અને વજન પર ઝીણવટભરી દેખરેખ રાખીને બાળકીને સાજા કરવામાં આવી. અતિ નાજુક સ્થિતિમાંથી દીકરીને હેમખેમ ઘર ભેગી થતી જોઈને માતા-પિતાની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તબીબી આખી ટીમને ભારે આવકાર મળ્યો.
જાહેરાત










