સુરેન્દ્રનગરની ભારત સીટ્સ કંપનીના કેન્ટીનમાંથી ગરોળી નીકળી, 10થી વધુ કર્મીઓને ફૂડ પોઇઝનિંગની અસર

સોર્સ : gstv
સુરેન્દ્રનગરના બહુચરાજી રોડ ઉપર આવેલી ભારત સીટ્સ કંપનીમાં કેન્ટીનમાં આપવામાં આવતા ભોજનમાં ગરોળી નીકળતા ચકચાર મચી છે. આ ખોરાક કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આરોગતા તેઓની તબિયત લથડતા તમામ કર્મીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
ભારત સીટ્સ કંપનીના કર્મીઓ કંપનીના કેન્ટીનમાં ભોજન આરોગતા હતા, ત્યારે ભોજનમાંથી ગરોળી નીકળતા 10થી વધુ કર્મચારીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતાં કંપનીની બસમાં તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેન્ટિંગમાં ભોજનમાં ગરોળી નીકળતા કર્મચારીઓએ હોબાળો પણ મચાવી રોષ વ્યક્ત કર્યો છે.

