મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહિમામ, 42 ડિગ્રીથી વધુ તાપમાન સાથે દેશમાં સૌથી ગરમ શહેર

રાજકોટમાં કાળઝાળ ગરમીએ માથું ઊંચક્યું છે. સતત 42 ડિગ્રીથી વધુ તાપમાન સાથે રાજકોટ

રાજકોટમાં કાળઝાળ ગરમીએ માથું ઊંચક્યું છે. સતત 42 ડિગ્રીથી વધુ તાપમાન સાથે રાજકોટ આજે સમગ્ર દેશમાં સૌથી ગરમ શહેર નોંધાયું છે. અસહ્ય લૂ અને તાપને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે ટોપી, ચશ્મા અને રૂમાલનો સહારો લઈ રહ્યા છે.

હીટવેવની અસરથી બચવા અને શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે રાજકોટવાસીઓ શેરડીના તાજા રસ અને ઠંડા પીણાં તરફ વળ્યા છે. આરોગ્ય નિષ્ણાતો પણ ગરમીમાં હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી રહ્યા છે. ગરમીનો પારો હજુ વધવાની શક્યતાએ લોકોમાં ચિંતા જન્માવી છે.

આ સમાચાર શેર કરો