VIDEO: રાજકોટમાં ગરમીનો પારો વધતાની સાથે જ પાણીની સમસ્યા વિકરાળ બની, પાલિકાના ટેન્કરો દોડતા થયા
રાજકોટ શહેરમાં ગરમીનો પારો વધતાની સાથે જ પાણીની સમસ્યા વિકરાળ બની છે. શહેરના વોર્ડ નંબર
રાજકોટ શહેરમાં ગરમીનો પારો વધતાની સાથે જ પાણીની સમસ્યા વિકરાળ બની છે. શહેરના વોર્ડ નંબર ૧૧ અને ૧૨ સહિત વાવડી અને લક્ષ્મીના ધોળા જેવા છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે, જેને પગલે હવે પાલિકાના ટેન્કરો દોડતા થયા છે. રાજકોટમાં દૈનિક ૪૦૦ એમએલડી પાણીની જરૂરિયાત છે, જેની પૂર્તિ માટે તંત્ર આજી, ન્યારી અને સૌની યોજના દ્વારા નર્મદાના નીર પર નિર્ભર છે. આમ છતાં, પૂર્વ અને પશ્ચિમ રાજકોટના અંતરિયાળ વિસ્તારોમાં નળ વાટે પાણી ન પહોંચતા લોકો ટેન્કરના સહારે જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિકોની રજૂઆત છે કે દર વર્ષે ઉનાળામાં આ સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. હાલમાં વધતી જતી ટેન્કરની માંગ શહેરની જળ કટોકટીનો ચિતાર આપી રહી છે.

