VIDEO: પુલ ધોવાતા ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે બાળકોએ રસ્તો પસાર કરવો પડ્યો
રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાલાવાડ તાલુકાના મૂળીલા

રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાલાવાડ તાલુકાના મૂળીલા ગામનો સ્થાનિક પુલ તૂટ્યો હતો. પૂલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ હતી.
પૂલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ
ગામ્રજનોએ બાળકોને કોઈપણ સેફ્ટી વગર ધસમસતા પ્રવાહ વચ્ચે બીજે છેડે લઈ ગયા હતા. જો કોઈ જાનહાની સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે? કાલાવાડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદને કારણે મૂળીલા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું
ભારે વરસાદને કારણે મૂળીલા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદી બે કાંઠે વહેતી થઈ હતી. મુળીલા થી નપાણીયા ખીજડિયાનો પુલ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો.






