Video:સુરતમાં માતા-પિતાને સાવધ કરતો બનાવ, 7માં માળે ગ્રીલ વચ્ચેથી રમતું બાળક નીચે પટકાતા મોત
માતા-પિતાને સાવધ કરતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં ૨ વર્ષના બાળકનું

માતા-પિતાને સાવધ કરતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં ૨ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. બાળક સાતમાં માળેથી નીચે પટકાયો હતો. જે બાદ બાળકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
રમતાં-રમતાં નીચે ખાબક્યું
વરાછા રોડ ખાતે રહેતા નવનીતકુમાર કલસરીયા રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેઓની પત્ની રેશમાબેન બાળકને લઈને પાલ સ્થિત પિયરમાં ગયા હતા. ત્યાંથી તેઓ કામ અર્થે પાલ ગૌરવપથ રોડ સ્થિત શ્રીપદ સેલિબ્રેશન ખાતે ગયા હતા. જ્યાં તેઓનો બાળક રમી રહ્યો હતો. ત્યારે બાળક ૭માં માળેથી નીચે પટકાયો હતો. જેમાં બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.






