Video: ચૈતર વસાવા અને અનંત પટેલ 'આદિવાસી વિરોધી', સાંસદ ધવલ પટેલે બંને ધારાસભ્યોને ફરી આડે હાથ લીધા
વલસાડના સાંસદ ધવલ પટેલે ગણપત વસાવાના અભિવાદન કાર્યક્રમમાં વિપક્ષી નેતાઓ પર શાબ્દિક પ્રહાર
વલસાડના સાંસદ ધવલ પટેલે ગણપત વસાવાના અભિવાદન કાર્યક્રમમાં વિપક્ષી નેતાઓ પર શાબ્દિક પ્રહાર કર્યા. તેમણે ચૈતર વસાવા અને અનંત પટેલને સીધા નિશાને લેતા તેમને 'આદિવાસી વિરોધી' ગણાવ્યા હતા. ધવલ પટેલે આક્ષેપ કર્યો કે ચૈતર વસાવાની પાર્ટીના કાર્યકરોએ દિલ્હીમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા હટાવી છે, જ્યારે કોંગ્રેસના અનંત પટેલની પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આદિવાસી વિરોધી માનસિકતા પ્રદર્શિત કરી હતી.




