VIDEO: કેન્દ્ર સરકારે LPG સબસિડીના નિયમોમાં કડકાઈ વધારી, આ ગ્રાહકોને મોબાઈલ પર પાઠવાઈ નોટિસ
કેન્દ્ર સરકારે LPG સબસિડીના નિયમોમાં કડકાઈ વધારી છે. ઇન્ડેન અને અન્ય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવા ગ્
કેન્દ્ર સરકારે LPG સબસિડીના નિયમોમાં કડકાઈ વધારી છે. ઇન્ડેન અને અન્ય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવા ગ્રાહકોને મોબાઈલ પર નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે જેમની વાર્ષિક કરપાત્ર આવક રૂપિયા 10 લાખથી વધુ છે. આવા ગ્રાહકોએ હવે બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે અને તેમની સબસિડી બંધ કરી દેવામાં આવશે. ઓઈલ કંપનીઓ હવે સીધી આવકવેરા વિભાગના રેકોર્ડનો ઉપયોગ કરી રહી છે.
મોકલવામાં આવેલા મેસેજમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ઉપલબ્ધ રેકોર્ડ મુજબ ગ્રાહક અથવા તેમના જીવનસાથીની સંયુક્ત આવક નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે. અગાઉ આ નિયમ સેલ્ફ-ડિક્લેરેશન પર આધારિત હતો, પરંતુ હવે સરકારી ડેટા ઇન્ટિગ્રેશન દ્વારા તેને સખત રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2015માં જ આ નિયમ બનાવ્યો હતો કે જે પરિવારોની વાર્ષિક આવક રૂપિયા 10 લાખથી વધુ છે, તેઓ સબસિડી માટે પાત્ર રહેશે નહીં. આ રકમ વ્યક્તિગત અથવા પતિ-પત્ની બંનેની સંયુક્ત આવક તરીકે ગણવામાં આવે છે.



