VIDEO : વડોદરામાં કારચાલકે સિગ્નલ તોડીને પોલીસ જવાનને ઉડાવ્યો
વડોદરા શહેરમાં સમા તળાવ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના ઘટી છે, જેમાં એક કારચાલકે સિગ્નલ તોડીને ટ્રાફિક પ

વડોદરા શહેરમાં સમા તળાવ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના ઘટી છે, જેમાં એક કારચાલકે સિગ્નલ તોડીને ટ્રાફિક પોલીસ જવાનને ઉડાવ્યો હતો. સિગ્નલ તોડીને જઈ રહેલા આ કારચાલકને પોલીસ જવાને રોકવાનો પ્રયાસ કરતા ટ્રાફિક પોલીસ જવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરીને આ કારચાલક સ્પીડમાં કાર દોડાવીને ભાગી ગયો હતો.
પોલીસે ગણતરીના કલાકોમાં કારચાલક અર્પિત પટેલને તેના ઘરેથી ઝડપી લીધો હતો. અર્પિત વ્યવસાયે ખેડૂત છે અને જે કાર ચલાવતો હતો તે પણ પોતાની છે, અર્પિતે નશો કર્યો હતો કે કેમ તેની સમા પોલીસે તપાસ હાથ ધરી છે.




