VIDEO: હનુમાનપુરા BRTS બસ સ્ટેન્ડ પાસે કાર ચાલકે 4 વાહનોને મારી ટક્કર, ટોળાએ કારમાં કરી તોડફોડ
અમદાવાદમાં ફરી એક વખત માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે શહેરના દૂધેશ્વર રોડ
અમદાવાદમાં ફરી એક વખત માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે શહેરના દૂધેશ્વર રોડ પર અકસ્માત સર્જાયો હતો. હનુમાનપુરા BRTS બસ સ્ટેન્ડ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે 4 કારોને ટક્કર મારી હતી.
અકસ્માત સર્જાતા લોકોએ કારમાં તોડફોડ
મળતા અહેવાલ પ્રમાણે અકસ્માત સર્જાતા લોકોએ કારમાં તોડફોડ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે કાર ચાલક નશામાં હોવાનું અનુમાન લોકોએ લગાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
જાહેરાત








