મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધબકારા વધારી દે એવો Video: નોનવેજના ઢાબામાં ઘુસી ગઈ કાર, 3 યુવકોનો ચમત્કારીક બચાવ!

કાળ ક્યારેય પણ અને ક્યાંયથી પણ ત્રાટકતો હોય છે. આ વાક્ય જાણે ચરિતાર્થ થતું હોય તેમ છોટાઉ

કાળ ક્યારેય પણ અને ક્યાંયથી પણ ત્રાટકતો હોય છે. આ વાક્ય જાણે ચરિતાર્થ થતું હોય તેમ છોટાઉદેપુર-બોડેલી વચ્ચે આવેલા નેશનલ હાઈવે 56 પર દુર્ઘટના સર્જાઈ હતી. હાઈ વે પર આવેલા એક યુ એન્ડ મી ચીકન એન્ડ ચાઈનીઝના ઢાબા પર રાત્રિના સમયે ત્રણેક યુવાનો ટેબલ પર બેસીને ભોજન લઈ રહ્યાં હતાં. આ દરમિયાન જ ઢાબાના કપડા ચીરીને એક લક્ઝુરિયસ કાર અંદર ઘુસી આવતી દેખાઈ હતી. જેમાં એક રાડ ઢાબામાં કામ કરનારની પડતાં જ તમામે ભાગવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર તેમને આંબી ગઈ હોય તેમ ત્રણેયને સામાન્ય ઈજા પહોંચી હતી. સદનસીબે ત્રણેયનો બચાવ થયો હતો. જો કે, સમગ્ર અકસ્માત ઢાબા પરના સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં.

આ પણ વાંચોઃ VIDEO: સંઘવીના સુરતમાં વધુ એક હત્યાનો બનાવ! જાહેરમાં જ વેપારીને રહેંસી નાખ્યો

આ સમાચાર શેર કરો