મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં હ્યુન્ડાઈ વર્ના કાર ભળભળ સળગી ઉઠી, માંડ બચ્યો ચાલકનો જીવ!

સુરતના રસ્તાઓ પર દોડતા વાહનોમાં અચાનક આગ લાગી જવાના બનાવવામાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. ત્યારે અડાજણ વિસ્તારમાં

સુરતના રસ્તાઓ પર દોડતા વાહનોમાં અચાનક આગ લાગી જવાના બનાવવામાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. ત્યારે અડાજણ વિસ્તારમાં દોડતી એક લક્ઝુરિયસ કારમાં આગ લાગી ગઈ હતી. કાર રસ્તા ઉપર દોડતી હતી. ત્યારે આગ લાગી જતા ચાલક સૂઝબૂઝ વાપરીને નીચે ઉતરી ગયો હતો. તેથી તેનો બચાવ થયો હતો.

લોકો દોડી આવ્યા

રસ્તા પર દોડતી કારમાં અચાનક આગ લાગી જતા સ્થાનિકોએ જાણ કરતા કારચાલક નીચે ઉતરી ગયો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડથી લઈને કાર ચાલક સહિતના લોકોએ ફાયર એશ્ટિંગ્યુશરનો ઉપયોગ કરીને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડએ ઘટના સ્થળે પહોંચીને કુલિંગની કામગીરી હાથ ધરી હતી. ફાયર ઓફિસરે કહ્યુ કે હ્યુન્ડાઈ કંપનીની વર્ના ડિઝલ કાર હતી. બેટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા એક તરફનું ટાયર પણ સળગી ગયુ હતુ. હાલ વધુ તપાસ ચાલુ છે.

પૂંઠાના બોકસની જેમ આગ ફેલાઈ

રાત્રિના સમયે અડાજણ ગામ ચાર રસ્તા પાસે કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારના આગળની સાઈડ એટલે કે, બોનેટનો ભાગ પૂંઠાના બોક્સની જેમ સળગવા લાગ્યો હતો. જેથી તાત્કાલિક આસપાસથી ફાયરના સાધનો વડે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો