VIDEO: સલામત સવારી-એસટી અમારી, પણ જવાબદારી તમારી! મુસાફરો સાથેની બસ દિવાલ સાથે અથડાઈ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત બસનું સૂત્ર છે કે, સલામત સવારી એસ ટી અમારી પરંતુ હવે અકસ્માતો વધારે સર્
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત બસનું સૂત્ર છે કે, સલામત સવારી એસ ટી અમારી પરંતુ હવે અકસ્માતો વધારે સર્જતી હોવાથી જવાબદારી તમારી એવું સ્લોગન પણ એડ કરવું પડે તેવું સામે આવી રહ્યું છે. નવસારીના ગણદેવી તાલુકાના વાસણ ગામે ST બસ ઘરની દિવાલમાં ભટકાઈ હતી. ભાગડ ગામથી અમલસાડ જતી ST બસના ચાલકે વાસણ ગામે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઘરની દીવાલ સાથે અથડાવી હતી. અકસ્માતમાં બસમાં સવાર 17 મુસાફરોમાંથી 7 મુસાફરોને થઈ સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘરની દીવાલને નુકશાન થયું હતું. ઘર માલિક હસમુખ પટેલે બસ ચાલક વિરુદ્ધ ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગણદેવી પોલીસે ST બસના અકસ્માત મુદ્દે તપાસ શરૂ કરી છે. બીલીમોરા ડેપો દ્વારા પણ બસ ચાલક સામે અકસ્માત મુદ્દે થશે ખાતાકીય તપાસ કરવામાં આવશે.



