Video: દાહોદમાં આગ લાગતાં બસ બળીને ખાખ, ગેસ વેલ્ડિંગની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના
દાહોદમાં રાબડાલ પાસે એક ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. ખાનગી ટ્રાવેલ્સની બસનું
દાહોદમાં રાબડાલ પાસે એક ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર ફાટતાં ગાડી રસ્તાની નીચે પલ્ટી ખાઈ ગઈ હતી. બાદમાં બસમાં ગેસ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ લાગી હતી. આગ લાગતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગની ઘટનામાં બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી.




