VIDEO: અંબાજી પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નદીમાં ખાબકી, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
અંબાજી પાસે આબુરોડ પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નદીમાં ખાબકી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ બસમાં 55થી વધુ

અંબાજી પાસે આબુરોડ પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ નદીમાં ખાબકી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ બસમાં 55થી વધુ મુસાફરો હતા. જેઓ રણુજાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. 10થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ રાહત અને બચાવની કામગારી ચાલી રહી છે.
રણુજાથી દર્શન કરીને શ્રદ્ધાળુઓ પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
પ્રાપ્ત માહિતી પ્રમાણે અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર સુરપગલા નજીક આવેલા વળાંકમાં એક ખાનગી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી.આ બસમાં 55થી વધુ મુસાફરો હતા. રણુજાથી દર્શન કરીને શ્રદ્ધાળુઓ ગુજરાત પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 10થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એટલું જ નહીં મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આજે સવારે પાંચ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત થયો હતો
આજે સવારે વડોદરાના હાલોલ રોડ પર આવેલા જરોદ ગામ પાસે અકસ્માતન બનાવ બન્યો હતો. એક સાથે પાંચ વાહનોની વિચિત્ર ઢબે એકબીજા સાથે ટક્કર થઇ હતી. ઇકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. ઇકો કારમાં સવાર પતિ-પત્નિનું મોત થયું હતું. અકસ્માત સર્જાતા પાછળથી આવતી રિક્ષા અને ટ્રક પણ એકબીજા સાથે ટકરાઇ હતી. અકસ્માતને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવની જાણ થતા જ જરોદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.








