VIDEO: SGVP ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકે દારુ પીને ચલાવી બસ, બાળકોની જીંદગી ખતરામાં મુકી
રાજકોટ જિલ્લાના રીબડા SGVP સ્કૂલના સ્કૂલ બસનો વીડિયો વાયરલ થયો છે..સ્કૂ
રાજકોટ જિલ્લાના રીબડા SGVP સ્કૂલના સ્કૂલ બસનો વીડિયો વાયરલ થયો છે..સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ચાલકથી કોઈ અકસ્માત સર્જાત અને જાનહાની થાત તો તેનું જવાબદાર કોણ?
કોઠારીયા વિસ્તારના સ્થાનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. બસમાં અંદાજીત 10થી વધુ બાળકો સવાર હતા. જો આ ચાલકથી કોઈ અકસ્માત સર્જાત અને જાનહાની થાત તો તેનું જવાબદાર કોણ?
ચિક્કાર નશામાં ડ્રાઈવર બસ ચલાવતો હતો
આ ઘટના આજે સવારે બની હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. ચિક્કાર નશામાં ડ્રાઈવર બસ ચલાવતો હતો, બાળકો સાથે બિભત્સ વાતો કરતો અને કીધું કે તમાકું ખાવી છે. બસમાં બેસેલા બાળકોએ જણાવ્યું હતું કે, ચાલક દારૂ પીતો હતો.






