Video: ભાઈ બીજના દિવસે બહેનો એએમટીએસ નિશુલ મુસાફરી કરી શકશે

અમદાવાદમાં ભાઈબીજના પર્વ નિમિત્તે AMTS દ્વારા શહેરની મહિલાઓને ખાસ ભેટ આપવામાં આવી છે. ભાઈબીજના દિવસે બહેનો AMTS બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. રક્ષાબંધન બાદ હવે ભાઈબીજના પર્વ પર પણ AMTS દ્વારા મહિલાઓને ફ્રી મુસાફરીની સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાઈબીજના દિવસે શહેરની તમામ બહેનો AMTS બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. અગાઉ રક્ષાબંધનના દિવસે પણ મહિલાઓ માટે આ સુવિધા આપવામાં આવી હતી, જેમાં અંદાજે 82 હજાર મહિલાઓએ મફત મુસાફરીનો લાભ લીધો હતો.
જાહેરાત







