મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના આંદોલન પર બ્રેક: સાથીઓ જેલ ભેગા થતાં અભિજિત દીપકેની આંખો છલકાઈ

સોર્સ: gstv

CJPના સ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજિત દીપકેએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર  સામે ચાલી રહેલા આંદોલન પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. પાર્ટીના સાથીઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા જેલમાં હોવાથી અને કાનૂની મુશ્કેલીઓ વધતાં દીપકેએ આ નિર્ણય લીધો છે. તેમણે એક 16 મિનિટના વીડિયો સંદેશમાં કાર્યકરોને સલાહ આપી છે કે, તેઓ તહેવારોના સમયે પોતાના પરિવાર સાથે રહે. સૌરભ અને આશુતોષની વાત કરતા તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. અભિજિત દીપકેએ કહ્યું કે, હું જોઈ રહ્યો છું કે છેલ્લા કેટલાક દિવસોથી તમે બધા સંઘર્ષ કરી રહ્યા છો. તમે લોકોએ ઘણું બધું સહન કર્યું છે. જે રીતે આખી સિસ્ટમ તમને દબાવવામાં લાગેલી છે. હું ભાગ્યશાળી છું કે તમારા જેવા લોકો નિઃસ્વાર્થ ભાવથી સંઘર્ષ કરી રહ્યા છે અને મારા, આશુતોષ તથા સૌરભ સાથે ઊભા છે. મારી હવે એક અપીલ છે કે છેલ્લા કેટલાક દિવસો આપણા માટે સરળ નહોતા. હું શરૂઆતથી જ કહેતો રહ્યો છું કે આગળ બાબતો મુશ્કેલ બનવાની છે.

આ સમાચાર શેર કરો