VIDEO : ભાવનગરના અકવાડામાં દેશી દારૂના અડ્ડા બંદ કરાવવા ગયેલા ગ્રામજનો પર બુટલેગરોએ કર્યો હુમલો
Bhavnagar News : ભાવનગર શહેરને અડીને આવેલા અકવાડા ગામમાં એક દીકરી પર થયેલા હુમલા બાદ દારૂના દારૂના અડ્ડા બં

Bhavnagar News : ભાવનગર શહેરને અડીને આવેલા અકવાડા ગામમાં એક દીકરી પર થયેલા હુમલા બાદ દારૂના દારૂના અડ્ડા બંદ કરાવવા ગયેલા ગ્રામજનો પર બુટલેગરોએ હુમલો કર્યો હતો.
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ અકવાડા ગામમાં એક દીકરી પર થયેલા હુમલા બાદ ગ્રામજનોએ પોલીસને દારૂના અડ્ડા બંદ કરાવવા રજૂઆત કરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે દીકરી પણ થયેલા હુમલા બાદ કોઈ કાર્યવાહી કરી ન હતી, આથી ગ્રામજનો ભેગા થઈને દેશી દારૂના અડ્ડા બંદ કરાવવા ગયા હતા. આ દરમિયાન દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરોએ ગ્રામજનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પથ્થર અને ઈટનો પણ ઉપયોગ કરાયો હતો.
આ હુમલા બાદ ગ્રામજનોએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા હતા કે ગામમાં છેલ્લાં 15 થી 20 વર્ષથી દેશી દારૂના હાટડા ચાલી રહ્યા છે અને પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. હવે ગ્રામજનો આ મામલે અધિક કેલકટરને રજૂઆત કરવાના છે.






