VIDEO: કલોલ નગરપાલિકામાં ભાજપમાં જ સામસામે લાફાવાળી, કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના ધજાગરા ઉડ્યા
કલોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના જ બે જૂથ સામ-સામે આવી ગયા હતા. ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરવ
કલોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના જ બે જૂથ સામ-સામે આવી ગયા હતા. ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરવામાં આવતાં એક જૂથ દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘૂસીને ઉગ્ર રજૂઆત બાદ તોડફોડ અને લાફાવાળી કરવામાં આવી હતી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે. પ્રજાના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે 200થી વધુ લોકોનું ટોળું ઘુસી જતા પોલીસ બોલાવવી પડી હતી.




